9 Mar 2016

મારા અનુભવો અને શૈક્ષણિક સંસ્થા

આજથી ૧૦ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૬ માં શિક્ષણક્ષેત્રે જ્યારે એક શિક્ષક તરીકે મે મારી કારકિર્દી શરૂ કરી એ સંસ્થા એટલે શ્રીબાઇ પીટીસી કોલેજ -તાલાલા,જિ.ગીર સોમનાથ..
આ સંસ્થાના પ્રમુખશ્રી મસરીભાઇ બાંભણીયા વિશે જો મારા શબ્દોમાં લખુ તો સામાન્ય રીતે કોઇ પણ શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ પાસે પોતાની વાત રજૂ કરવા માટે કોઇ પણ વિદ્યાર્થી/શિક્ષક કે આચાર્યને બે વાર વિચારવું પડે,પણ મશરીભાઇ પાસે કોઇ વિચાર વ્યક્ત કરવા કે મળવા માટે આવો ડર લાગતો નહોતો.એક સરળ અને સહજ વ્યક્તિત્વ - જેમાં માનવીય સંવેદનાઓ અને વ્યક્તિને માત્ર એક આત્મીયજન તરીકે સ્વીકારવાની ભાવના હતી,નહિ કે પોતાની સંસ્થામાં કામ કરતા એક કર્મચારી તરીકે.....
આજે ૧૦ વર્ષ પછી એ સંસ્થા પ્રત્યે મારા આ બ્લોગના માધ્યમથી ઋણ સ્વીકાર  કરૂ છું.મારા પારિવારિક પ્રસંગોમાં પણ જેઓ મારી સાથે રહી સ્વજનની ભૂમિકા અદા કરી છે,એવા પ્રમુખશ્રી મસરીભાઇ તેમજ અરશીભાઇ અને ભરતભાઇ બાંભણીયા પ્રત્યે હું આભારની લાગણી વ્યક્ત કરતા આનંદની લાગણી અનુભવું  છું,
શૈક્ષણિક સંકુલ :LKG થી ધો.૧૨ સુધીનું શિક્ષણ
માતૃશ્રી જે.બી.બાંભણીયા શૈક્ષણિક સંકુલ ઘાંટવડ ,તા.કોડીનાર,જિ.ગીર સોમનાથ 
2

Share This
Previous Post
Next Post