દુનિયાના શોષિત દેશો અને શોષિતો માટે અપાર કરુણા
દર્શાવનારા કાર્લ માર્ક્સની વિચારધારા,કે જેણે સોવિયેટ રશિયાને ઇ.સ. ૧૯૧૭માં અને ચીનને
(માઓવાદ હેઠળ) ઇ.સ. ૧૯૪૯માં જન્મ આપ્યો હતો અને જેની એક વખત દુનિયાની અડધ ઉપરાંતની
વસ્તીમાં અસર હતી તે કેમ મુરઝાઈ ગઈ ? સોવિયેટ
રશિયા જે અમેરિકા અને બ્રિટન હેઠળના તેમજ પશ્ચિમ યુરોપના અન્ય દેશોની અંકુશ હેઠળના
ગુલામ રાષ્ટ્રોની પડખે હંમેશા ઉભું રહેતું હતું તે કેમ હવે સેકન્ડ-ક્લાસ રાષ્ટ્ર
બની ગયું ?