સ્વામી વિવેકાનંદનો
જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ ના રોજ થયો હતો.રામકૃષ્ણ પરમહંસે તેમને
એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા
એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.ગુરૂના
અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ
મેળવ્યો.તેઓ પાછળથી શિકાગો ગયા અને
સન
૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન - એક
સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના
કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે.અવસાન ૦૪
જુલાઇ, ૧૯૦૨ ના રોજ થયુ
હતુ.ડોક્ટરોના મતે મગજમાં લોહીની
નળી ફાટી જવાથી આમ થયુ હતું, પરંતુ મૃત્યુનું સાચુ
કારણ તેઓ શોધી શક્યા
નહોતા.
- સ્વામી વિવેકાનંદ જીવન પરિચય ડાઉનલોડ PDF
- સ્વામી વિવેકાનંદ શિકાગો ઓરીજીનલ સ્પીચ
- સ્વામી વિવેકાનંદ શિકાગો સ્પીચનું હિન્દીમાં ભાષાંતર
- સ્વામી વિવેકાનંદના સંપૂર્ણ જીવન કવન પર આધારિત ફિલ્મ જુઓ.શૈક્ષણિક ફિલ્મ નિદર્શન તરીકે આપની શાળાના બાળકોને ખાસ બતાવશો .
- જીવન કવન પર આધારિત ફિલ્મ
- Video :on Youtube Part -1
- Video :on Youtube Part -1