પ્રજ્ઞા અભિગમમાં એ બાળકની ગતિ અને જરૂરિયાત મુજબ અધ્યયન પ્રક્રિયા થાય છે.આ અભિગમ એટલે અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા જ્ઞાન મેળવવાની નવી પદ્ધતિ.પ્રજ્ઞા અભિગમ અને એની પ્રવૃતિઓ/વિશેષ બાબતો વિશે માહિતગાર કરવા માટે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના હડમતિયાના CRC Co.શ્રી ગૌતમભાઇ ઇન્દ્રોડિયા સાહેબ દ્વારા એક સામયિક "પ્રજ્ઞા પમરાટ" ની શરૂઆત કરવામાં આવી છે.જેનો હેતુ ક્લસ્ટર શાળામાં થયેલ અનુભવો અને એમાંથી મળેલ જ્ઞાનના નીચોડને અન્ય શિક્ષકો સુધી પહોંચાડવાનો છે.ગૌતમભાઇના આ પ્રશંસનીય કાર્ય બદલ અભિનંદન..ગમતાનો કરીએ ગુલાલ....