તા.૨૨.૧.૨૦૧૬ ના રોજ ઠાસરા (ડાકોર,જિ.ખેડા) "પ્રાથમિક શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ" -આ વિષયની તાલીમમાં તજજ્ઞ તરીકે જવાનું થયું.સરસ મજાની યાદગાર તાલીમ રહી.આ તાલીમમાં આપણા શાળા/વર્ગ કાર્યમાં ટેકનોલોજીની મદદથી વધુ સારું કાર્ય કેવી રીતે થઇ શકે તેની સમજ આપવામાં આવી.ખાસ ઉલ્લેખનીય બાબત તો એ રહી કે આ તાલીમનું આમંત્રણ મને તાલીમ ભવન(DIET) કે DEO/DPEO/BRC દ્વારા નહી પણ ઠાસરાના નાયબ કલેક્ટરશ્રી ડો.મુકેશભાઇ પટેલ સાહેબ દ્વારા મળ્યું હતું.જેમના હોદ્દા સાથે પ્રોટોકોલ શબ્દ જોડાયેલ છે ત્યારે તેમણે મને માત્ર એક તજજ્ઞ તરીકે જ નહી પણ એક સ્વજનની જેમ આદર-સત્કાર- સન્માન કર્યું,એમની સાથે હળવી પળોમાં થોડી ચિંતન-ચર્ચા દ્વારા ઘણું જાણવા મળ્યું.શિક્ષણમાં ગુણવત્તા સુધાર માટે સતત પ્રયત્નશીલ એવા ડો.મુકેશભાઇ પટેલ સાહેબનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું.સાથે સાથે મહેન્દ્રભાઇ (ઠાસરા બી.આર.સી.કો.ઓ.),તાલુકા પ્રા.શિક્ષણાધિકારીશ્રી,શિક્ષકસંઘ,એડવોકેટશ્રી અમરસિંહ પરમાર સાહેબ,મોજદાન ગઢવી સાહેબ (વિસ્તરણ અધિકારી) ,અમીતભાઇ(CRC Co.મીઠાપુરા), સુજયભાઇ, કલ્પેશભાઇ પંચાલ (પંચાલ આર્ટ),..વગેરે અન્ય મિત્રો પ્રત્યે પણ અંત:કરણપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરુ છું.