જન્મે
ભારતીય ન હોવા છતાં આજીવન સવાયા ભારતીય તરીકે ભારતમાં રહીને ગરીબો અને
પીડિતોની સેવામાં જીવન વ્યતીત કરનારાં મધર ટેરેસા જ્યારે માત્ર ૮ વર્ષનાં હતાં ત્યારે જ તેમના પિતાનું નિધન થઈ ગયું
હતું. ત્યાર પછી તેમની માતાએ તેમને રોમન કેથલિક ધર્મમાં આગળ વધીને સેવાકીય
પ્રવૃત્તિમાં જોડાવા પ્રોત્સાહન આપ્યું હતું. ઉછળકૂદ કરવાની ૧૨ વર્ષની
ઉંમરે તો તેમણે પોતાની સેવાકીય પ્રવૃત્તિ આરંભી દીધી હતી. ત્યારે જ મનોમન સેવાનો ભેખ ધારણ કરવાનું નક્કી કરી લીધું હતું.૧૯૮૦માં ભારત સરકારે ભારતનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન આપીને તેમની સેવાની કદર કરી હતી.તેમના જીવન વિશે થોડી વધુ જાણકારી આ વિડ્યો દ્વારા મેળવીએ.