૪ ડિસેમ્બર : આજે કમળો ( હિપેટાઇટીસ ) જાગરૂકતા દિન.
કમળા ને સાદી ભાષામાં પીળીયો તરીકે ઓળખવામાં આવે છે. હાલ પાણીથી ફેલાતો
રોગ કમળાનું પ્રમાણ વધ્યું છે. પીવાના પાણીમાં કેમિકલ કે ગટરનું પાણી ભળવાથી પાણી
પ્રદૂષિત થાય છે અને આ પાણી કમળો થવા માટે જવાબદાર બને છે. કમળાને થતો અટકાવવા
માટે સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. જો પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો તે જીવલેણ
સાબિત થઇ શકે છે.