19 Dec 2015

સીમ શાળા બની શ્રેષ્ઠ મોડેલ શાળા -Bhorasar


સામાન્ય રીતે સીમ શાળા વિશે આપણને એક નાનકડી શાળા/ સામાન્ય ઓરડા અને ગેરહાજર રહેતા બાળકો - આવી કંઇક માન્યતા હોય છે.પણ અમારા રાણાવાવ તાલુકાની ભોરાસર સીમ શાળા આપની આ માન્યતા કાયમ માટે દૂર કરશે..જ્યાં બાળકો નિયમિત હાજર રહે છે,અને ગુણવત્તાના સંદર્ભમાં કહીએ તો સરકારશ્રી દ્વારા ગુણવતા એવોર્ડ મળ્યો છે.બાલા પ્રોજેક્ટમાં ગુજરાતમાં જ નહી સમગ્ર દેશમાં આ શાળાની નોંધ લેવાઇ છે.૪૦૦ થી વધુ બહારના લોકોએ મુલાકાત લીધેલ છે.જેનો શ્રેય લાખાભાઇ સુંડાવદરાને મળે છે.તેમની નિમણૂક સૌપ્રથમ આ શાળામાં થઇ હતી.
તાજેતરમાં ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં શાળામાં બાળકોની હાજરીમાં નિયમિતતા/ગુણવત્તા લાવવા સક્સેસ સ્ટોરી રૂપે વિડ્યો બનાવી સમગ્ર દેશમાં મોડેલ સ્ટોરી તરીકે મુકેલ છે,જેમાં એક સ્ટોરી આ શાળાની છે.આ શાળાને શૂન્યમાંથી સર્જન તરફ લઇ જનાર એવા અમારા સૌના પ્રિય એવા લાખાભાઇ સુંડાવદરા (હાલ BRC Co.Ranavav) અને શાળાના આચાર્ય જયંતિભાઇ છે.
Share This
Previous Post
Next Post