આપણું રાષ્ટ્રપતિભવન એ આપણી શાન સમાન છે.કારણ કે દુનિયાના એક પણ દેશના વડાનું નિવાસસ્થાન આટલું વિશાળ નથી.૨ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલ આ ભવનમાં આશરે ૭૦ કરોડ પથ્થર વપરાયા છે.૨૩ હજાર મજૂરો દ્વારા બાંધકામ તૈયાર થયેલ છે.૩૪૦ ઓરડાઓ છે.૧૮ દાદરા અને ૭૪ લોબી છે.આજે આ ભવનની કિંમત અંદાજે ૧૬ હજાર કરોડની આસપાસ થાય છે.આ ભવનની સુવિધાઓ અનન્ય છે.વધુ માહિતી માટે રાષ્ટ્રપતિભવન પર ખાસ બનેલ ફિલ્મનો વિડ્યો /પ્રેઝન્ટેશન ડાઉનલોડ કરો અને આપની શાળાના બાળકોને ખાસ બતાવો જેથી બાળકો આનાથી પરિચિત થાય એમજ રાષ્ટ્રપતિની ગરિમાને સમજી શકે .