સરદાર વલ્લભભાઈ
પટેલના જન્મદિનની ‘‘ રાષ્ટ્રીય એકતા દિવસ'' તરીકે ઉજવણી
દેશની આઝાદી સમયે દેશમાં
આવેલા ૫૬૨ રજવાડાને એક સુત્રે બાંધી અખંડ ભારતના નિર્માણનું ભગીરથ કાર્ય લોહપુરૂષ
સરદાર વલ્લભભાઇ પટેલે ર્ક્યું હતું. દેશની એકતા અને અખંડિતતાને સુદ્દઢ બનાવવા
માટે દેશભરના નાગરિકો માટે સરદાર પટેલ પ્રેરણાસ્ત્રોત છે. આવા મહાન રાષ્ટ્ર ભક્ત
અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલનું ઐતિહાસિક કામ અને આઝાદીની
લડતના મહાન યોગદાનનું ઋણ સ્વીકાર કરવાના ભાગરૂપે ભુતપૂર્વ મુખ્યમંત્રીશ્રી અને
હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની અત્યાર
સુધીની સૌથી ઉંચી એવી ૧૮૨ મીટરની પ્રતિમાનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે તેમજ તેમના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવવામાં આવે છે.