કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થા વધી ગયા પરંતુ પ૦% મોંઘવારી મુળ વેતનમાં કયારે મર્જ થશે ?:
૧૦૦ ટકા ડીએ થયા બાદ મળતા તમામ ભથ્થામાં રપ ટકાનો વધારો થઇ ગયોઃ કેન્ટીનોના કર્મચારીઓને પણ થયો લાભ
કેન્દ્રીય કર્મચારીઓ આશા રાખીને બેઠા હતા કે નવી સરકાર આવ્યા બાદ ઓછામાં ઓછુ પ૦ ટકા ડીએ મુળ વેતનમાં મર્જ કરી દેવાશે પરંતુ આ મામલામાં મોદી સરકારે પણ તેઓને કોઇ રાહત આપી નથી. હા, એટલુ જરૂર થયુ કે ડીએ ૧૦૦ ટકા પહોંચ્યા બાદ તેઓને મળતા તમામ ભથ્થામાં
રપ ટકાનો વધારો કરી દેવામાં
આવ્યો છે. સાથોસાથ કેન્દ્રીય વિભાગોમાં
સંચાલીત કેન્ટીનોમાં તૈનાત કર્મચારીઓને પણ આ લાભના દાયરામાં લાવતા તેઓના
યુનિફોર્મ માટેનું વોશીંગ એલાઉન્સ પણ રપ ટકા વધારવાનો આદેશ જારી કરવામાં
આવ્યો છે. અત્રે એ નોંધનીય છે કે કર્મચારીઓની માંગણી છે કે સરકાર પ૦ ટકા
ડીએને મુળ વેતનમાં મર્જ કરી આપે. અત્રે એ નોંધનીય છે કે છઠ્ઠા વેતનપંચની
ભલામણો હેઠળ એવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી કે જયારે કર્મચારીઓનું
ડીએ પ૦ ટકા પહોંચશે તો તેને મુળ વેતનમાં મર્જ કરવાને બદલે કર્મચારીઓને મળતા
તમામ ભથ્થાઓમાં રપ ટકાનો વધારો કરી દેવામાં આવશે.૧૦૦ ટકા ડીએ થયા બાદ મળતા તમામ ભથ્થામાં રપ ટકાનો વધારો થઇ ગયોઃ કેન્ટીનોના કર્મચારીઓને પણ થયો લાભ
કેન્દ્રીય કર્મચારીઓ આશા રાખીને બેઠા હતા કે નવી સરકાર આવ્યા બાદ ઓછામાં ઓછુ પ૦ ટકા ડીએ મુળ વેતનમાં મર્જ કરી દેવાશે પરંતુ આ મામલામાં મોદી સરકારે પણ તેઓને કોઇ રાહત આપી નથી. હા, એટલુ જરૂર થયુ કે ડીએ ૧૦૦ ટકા પહોંચ્યા બાદ તેઓને મળતા તમામ ભથ્થામાં
તે પછી દરેક વખતે પ૦ ટકા ડીએ વધવા પર ભથ્થામાં રપ ટકાનો વધારો કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓને હાલ ૧૦૦ ટકા ડીએ મળી રહ્યુ છે તેથી તમામ કર્મચારીઓના ભથ્થામાં અત્યાર સુધી બે વખત રપ-રપ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
તેમાં યાત્રા ભથ્થુ, દૈનિક ભથ્થુ, શિશુ શિક્ષા ભથ્થુ, ગ્રુપ-સી અને ડીના કર્મચારીઓના ડ્રેસનું વોશીંગ ભથ્થુ, સાઇકલ ભથ્થુ, કન્વેયન્સ ભથ્થુ, સ્પ્લિટ ડયુટી એલાઉન્સ, ચાઇલ્ડકેર એલાઉન્સ, હિલ એરીયા એલાઉન્સ, સ્પેશ્યલ એલાઉન્સ, પ્રોજેકટ એલાઉન્સ, ટ્રાયબલ એલાઉન્સ, બેડ કલાયમેટ એલાઉન્સ સામેલ છે પરંતુ અત્યાર સુધી કેન્દ્રીય વિભાગોમાં સંચાલીત કેન્ટીનોમાં તૈનાત કર્મચારીઓના ડ્રેસનું વોશીંગ ભથ્થુ આ લાભના દાયરામાંથી બહાર હતુ.
હવે કેન્ટીન કર્મચારીઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે સાથોસાથ ભથ્થાને પણ ડબલ કરી દેવામાં આવ્યા છે. ડીઓપીટી તરફથી જારી કરવામાં આવેલ આદેશમાં જણાવાયુ છે કે કેન્દ્રીય કર્મચારીઓને હવે ૩૦ને બદલે દર મહિને ૬૦ રૂપિયા વોશીંગ એલાઉન્સ મળશે. સાથોસાથ તેમને આ લાભ ૧-૯-ર૦૦૮થી આપવામાં આવશે. આ સિવાય હાલ ૧૦૦ ટકા ડીએ મળે છે તેથી બે વખત રપ-રપ ટકા (૧પ-૧પ રૂપિયા)ના વધારાનો પણ લાભ મળશે.
એટલે કે તેઓને હવે કુલ ૯૦ રૂ. વોશીંગ એલાઉન્સ મળશે. સીવીલ એકાઉન્ટસ બ્રધર હુડના પુર્વ અધ્યક્ષ હરિશંકર તિવારીનું કહેવુ છે કે મોંઘવારીના આ દોરના ભથ્થામાં રપ ટકાનો વધારો પુરતો નથી. સરકારે કેન્દ્રીય કર્મચારીઓની માંગણી પુરી કરતા પ૦ ટકા ડીએ મર્જ કરવુ જોઇએ.