17 Mar 2014

બ્લડપ્રેશરની દવા

9 વસ્તુઓ : જે ખાવાથી બ્લડપ્રેશરની દવા નહીં લેવી પડે
બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા આખી દુનિયામાં વધી રહી છે. દોડતી-ભાગતી જિંદગીમાં, ફાસ્ટ ફુડ અને અનિયમિત દિનચર્યાને કારણે આ બીમારી ભારતમાં પણ ફેલાઈ રહી છે. બ્લડ પ્રેશરથી દિલની બીમારી, સ્ટ્રોક અને કિડનીની બીમારી થવાનો ખતરો પણર રહે છે. બ્લડ પ્રેશરના દર્દીને રોજ દવા ખાવી પડે છે. જો તમારી
સાથે પણ આવી સમસ્યા હોય તો પારંપરિક વસ્તુઓન ઉપયોગ કરો. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કેટલીક એવી વસ્તુઓ વિશે જેને નિયમિત ખાવાથી બ્લડ પ્રેશર હંમેશા કંટ્રોલમાં રહે છે.

  • લસણઃ- લસણ એક એવી ઔષધી છે જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અમૃતનું કામ કરે છે. લસણમાં એલિસિન હોય છે, જે નાઈટ્રિક ઓક્સાઈડના ઉત્પાદનને વધારે છે અને માંસપેશીઓને આરામ પહોંચાડે છે. બ્લડ પ્રેશરને ડાયાલોસ્ટિક અને સિસ્ટોલિક સિસ્ટમમાં પણ રાહત આપે છે. આ કારણ છે કે બ્લડ પ્રેશરના દર્દીઓને ખાલી પેટે એક લસણની કળી ગળી જવાની સલાહ આપવામાં આવે છે.
  • આગળા વાંચો અન્ય વસ્તુઓ જેને ખાવાથી તમને બ્લડ પ્રેશર નહીં રહે.....
  • આમળાઃ- રોડ આમળા ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આમળામાં વિટામીન સી હોય છે. તે બ્લડ સરક્યુલેશનને સારું રાખે છે અને કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે.
  • મૂળીઃ- આ એક સાધારણ શાક છે. જેને ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેને રાંધીને કે કાચુ ખાવાથી પણ બોડીને મિનરલ અને યોગ્યમ ત્રામાં પોટેશિયમ મળે છે. તે હાઈ-સોડિયમ ડાયટને કારણે વઝરતા બ્ડક પ્રેશર ઉપર પણ અસર કરે છે.
  • તલઃ-તલના તેલ અને ચોખાની ભૂસીને એકીસાથે ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તે હાયપર ટેન્શનના દર્દીઓ માટે પણ લાભદાયક રહે છે. એવું માનવામાં આવે છે કે તે બ્લડ પ્રેશરને ઓછું કરનારી અન્ય ઔષધીઓ કરતા વધુ અસરદાર હોય છે.
આગળ વંચો સરગવો કેવી રીતે કામ કરે છે દિલના દર્દમાં....

  • સરગવોઃ- સરગવો અંગ્રેજીમાં ડ્રમ સ્ટિક પણ કહેવામાં આવે છે. તેમાં મોટી માત્રામાં પ્રોટીન અને વિટામીનની સાથે જ ખનીજ લવણ હોય છે. એક અધ્યયનથી જાણ થઈ છે કે આ ઝાડના પાનનો અર્કને પીવાથી પણ બ્લડ પ્રેશના સિસ્ટોલિક અને ડાયલોસ્ટિક ઉપર સકારાત્મક અસર પડે છે. બ્લડ પ્રેશરના દર્દીઓને તેને મસૂરની દાળની સાથે ખાવી જોઈએ.
સરગવોઃ- સરગવો અંગ્રેજીમાં ડ્રમ સ્ટિક પણ કહેવામાં આવે છે. તેમાં મોટી માત્રામાં પ્રોટીન અને વિટામીનની સાથે જ ખનીજ લવણ હોય છે. એક અધ્યયનથી જાણ થઈ છે કે આ ઝાડના પાનનો અર્કને પીવાથી પણ બ્લડ પ્રેશના સિસ્ટોલિક અને ડાયલોસ્ટિક ઉપર સકારાત્મક અસર પડે છે. બ્લડ પ્રેશરના દર્દીઓને તેને મસૂરની દાળની સાથે ખાવી જોઈએ.

  • અળસીઃ- અલસીમાં અલ્ફા લિનોનેલિક એસીડ ઘણી મોટી માત્રામાં હોય છે. તે એક પ્રકારનો મહત્વપૂર્ણ ઓમેગા-3 ફેટી એસીડ છે. અનેક અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે જે લોકોને હાયપરટેન્શનની ફરિયાદ હોય તેમને પોતાના ભોજનમાં અળસીનો ઉપયોગ શરૂ કરવો જોઈ. તેમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે. અને તેના સેવનથી બ્લડ પ્રેશર પણ ઓછું થઈ જાય છે.
આગળ વાંચો ડુંગળી અને તજ કેવી રીતે કામ કરે છે......

  • ઇલાયચીઃ- એર રિસર્ચ પ્રમામે ઈલાયચીને નિયમિત રીતે સેવન કરવાથી બ્લડ પ્રેશર પ્રભાવી રીતે ઓછું થાય છે. તેને ખાવાથી શરીરને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. સાથે જ બ્લડ સરક્યુલેશન પણ યોગ્ય રહે છે.
  • ડુંગળીઃ- ડુંગળીના નિયમિત સેવનથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. તેમાં ક્યોરસેટિન હોય ચે. તે એક એવું ઓક્સીડનેટ ફ્લેવેનોલ છે, જે દિલને બીમારીઓથી બચાવે છે.
  • તજઃ- દાલચીનીના સેવનથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. ઓહાઈના અપ્લાઈડ હેલ્થ સેન્ટરમાં 22 લોકો ઉપર અધ્યયન કરવામાં આવ્યું છે. તેમાં અડધા લોકોને 250 ગ્રામ પાણીમાં તજ આપવામાં આવી, જ્યારે અડધા લોકોને બીજી કંઈક વસ્તુ આપવામાં આવી. ત્યારબાદ એવું જાણવા મળ્યું કે જે લોકો તજને પીધું હતું તેમના શરીરમાં એન્ટીઓક્સીડેન્ટની માત્રા વધુ હતી અને બ્લડ સકર્યુલેશન પણ યોગ્ય હતું.

Share This
Previous Post
Next Post