17 Mar 2014

જીવન જીવવાની જડીબુટ્ટી..



જડીબુટ્ટી..

  • દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!  
  • ૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.
  • ૩. દરરોજ ૭ કલાક ઊંધો.  
  • ૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં
  • ૫. નવી રમતો શિખો/રમો.  
  • ૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.  
  • ૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો .
  •  ૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ . 
  •  ૯. જાગતાં સપનાં જુઓ.  
  • ૧૦. પ્લાન્ટ ( ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ ( છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.  
  • ૧૧. પુષ્કળ પાણી પીઓ. 
  •  ૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો. 
  •  ૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
  •   ૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ /પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો .
  •   ૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!  
  • ૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.  
  • ૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી . 
  • ૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો. 
  •  ૧૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્  
  • ૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો. 
  •  ૨૧. ભગવાન સૌનું ભલું કરશે.  
  • ૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર. 
  •  ૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો. 
  •  ૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.  
  • ૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.  
  • ૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.  
  • ૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.  
  • ૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.  
  • ૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને Share કરી સગા વ્હાલાઓને પણ જણાવો.
Share This
Previous Post
Next Post