- બે દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરાઈ
શહેરની ગ્રાન્ટેડ શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી
મળતી ગ્રાન્ટનું
ઓડિટ બાકી હોવાથી તેની સામે શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે. જે
અંતર્ગત શહેરની ૮૦ શાળાઓને ઓડિટ કરાવવા નોટીસ ફટકારી છે. એટલું જ નહીં બે
દિવસમાં શાળાઓએ ખુલાસો કરવા પણ તાકીદ કરાઇ છે.
શહેરની ધો. ૯ થી ૧૨ની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની શાળાઓને
શિક્ષણ વિભાગ તરથી ગ્રાન્ટ આપવામાં આવે છે. જે મુજબ શાળાઓને વર્ગ આધારિત બે
વર્ગના રૂ.૪૦ હજાર ગ્રાન્ટ અપાય છે. જેની સામે શાળાઓની આવક સામે ખર્ચ
દર્શાવવાનો હોય છે. જે સંલગ્ન ૧-૧-૨૦૧૨ થી ૩૧-૩-૨૦૧૩ના રોજ પુર્ણ થતા
નાણાકીય વર્ષનું ઓડિટ શાળાઓને કરવાનું હોય છે. આમ શાળાઓના ગોટાળા બહાર ન
આવે તે માટે સંચાલકો ઓડિટ કરાવતા નથી. આમ ડીઇઓએ ૮૦ શાળાઓને નોટીસ આપી ઓડિટ
કરાવવા તાકીદ કરી છે. તાજેતરમાં વર્ષ ૧૧-૧૨નું ઓડિટ નહીં કરાવતી ૧૬૬ શાળાઓ
માટે રાયખડ ખાતે કેમ્પનું આયોજન કરી પુર્ણ કરાયુ હતું.
આ અંગે ડીઇઓ એ.કે રાઠડે જણાવ્યુ કે ' અમે
કેમ્પનું આયોજન કરી એક દિવસમાં ૪૦ એમ બે દિવસમાં ૮૦ શાળાઓને બોલાવી
મુલ્યાંકન કરીશું. શાળાઓએ આવક સામે કેટલો ખર્ચ છે તેનું મુલ્યાંકન કરાશે.
ત્યારબાદ અમે ઓડિટ માટે અહેવાલ સ્કૂલ કમિશનરને સુપરત કરીશું. જ્યાં તેઓ
વર્ષ ૨૦૧૨-૧૩ની ગ્રાન્ટ ઇસ્યુ કરશે.'
શાળાઓ ઓડિટ કેમ નથી કરાવતી
- શાળાઓ વિદ્યાર્થીઓની સંખ્યા ખોટી બતાવી ગ્રાન્ટ મેળવે છે
- વિદ્યાર્થીની ફીની રસીદ જુદી બતાવી ગોટાળા કરે છે.
- શિક્ષકો અને કર્મચારીઓની સંખ્યા વધુ બતાવી ગોટાળા