ગુજરાતના ૮ લાખ સરકારી કર્મચારીઓને LTCનો લાભ
ગુજરાત હાઈકોર્ટના આદેશથી સરકારી ઓપરેટેડ ટુરોને એલટીસી
માટે માન્યતા આપવામાં આવી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એલટીસી મેળવવાની
એક વધુ દીશા ખુલી ગઈ છે. ભારતીય પ્રવાસન વિકાસ નિગમના અધિકૃત એજન્ટ ચોધરી
યાત્રા કંપની પ્રા. લી હોવાથી તેની ટુરમાં પણ સરકારી કર્મચારીઓને કંપનીની
શરતો મુજબ ૧૦૦ ટકા એલટીસી મળીશકશે.
ચોધરી યાત્રા કંપનીની ટુરમાં પણ એલટીસીનોલાભ મળશે
તાજેતરમાં જ ચોધરી યાત્રા કંપની પ્રા.લીના અધ્યક્ષ શ્રી પ્રેમચંદજી ચોધરીની
હાજરીમાંજ અમદાવાદ ખાતે કંપનીની વાર્ષિક બેઠક યોજાઈહતી. બેઠકમાં કૈલાસ
માનસરોવર યાત્રા તથા વિદેશની ટુરો વિશેની મહત્વની માહિતી આપતાં જણાવ્યું
હતું કે ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે એલટીસી બ્લોક ૩૦ મી જુન ૨૦૧૩
સુધીની છે જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ માટે છેલ્લું વર્ષ છે. એલટીસી બાબતે
ગુજરાત હાઈકોર્ટના હુકમથી સરકારી ઓપરેટેડ ટુરોને એલટીસી માટે માન્યતા
આપવામાં આવી છે જેના કારણે ગુજરાતના કર્મચારીઓ માટે એલટીસી મેળવવાનો માર્ગ
ખુલ્લો થઈ ગયો છે. ચોધરી યાત્રા કંપની પ્રા. લી એ અધિકૃત એજન્ટ છે
તેથીકંપનીની શરતો મુજબ ગુજરાતના સરકારી કર્મચારીઓ ૧૦૦ ટકા એલટીસી મેળવવા
હકદાર છે. બેઠકમાં ગુજરાતમાંઆવેલી કોઈ પણ બ્રાન્ચમાં બુકિંગ કરાવીને ભારતીય
પ્રવાસન વિકાસ નિગમની ટુર માટે એલટીસીનો લાભ લેવા હાકલ કરવામાં આવી હતી.
કંપનીની વાર્ષિક બેઠકમાં કંપનીની ૧૧૧બસોની સાથે ૩૫ વધારાની નવી એસી બસોના
સમાવેશની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં ગીરધારીસિંહ ગેહલોત ,
ઘનશ્યામસીંહ પરમાર , ઓમકાર ઉપાધ્યાયે હાજરી આપી હતી.
Share This