Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

9 July 2017

સાંદીપની 'ગુરુ ગૌરવ એવોર્ડ' પોરબંદર : 2017 Best Teacher Award

તા.૦૮-૦૭-૨૦૧૭ -ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પરમ પૂજ્ય શ્રી ભાઈશ્રીના હસ્તે સાંદીપની 'ગુરુ ગૌરવ એવોર્ડ' -શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન પ્રાપ્ત થયુ.આ પ્રસંગ જિંદગીનો યાદગાર પ્રસંગ બની ગયો.વિશ્વ વંદનીય એવા પૂજ્ય ભાઈશ્રી (રમેશભાઈ ઓઝા)ના આશીર્વાદ પ્રાપ્ત થયા એને હું સૌથી મોટો એવોર્ડ માનું છું.આ એવોર્ડ બદલ હું  મારા વિદ્યાર્થીઓ/મારી શાળા /સ્ટાફ પરિવાર  અને મને સાથ સહકાર આપી મારા કામને પ્રતિષ્ઠા અપાવનારા એવા આપ સૌ શિક્ષક મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું.
મારી આ યાત્રા અવિરત ચાલુ રહેશે.મળતા રહીશું ..ઓનલાઇન ,તો ક્યારેક ઓફલાઈન .  • આ એવોર્ડ પૂજ્ય ભાઈશ્રી દ્વારા દર વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છના જીલ્લાઓના શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ આપવામાં આવે છે.
  • દરેક જિલ્લામાંથી કુલ ૩ શ્રેષ્ઠ શિક્ષકને આ એવોર્ડ મળે છે.
  • સાથે સાથે મારા પરમ મિત્ર એવા શ્રી બલદેવપરી સાહેબને પણ 'ઉત્તમ વિદ્યાગુરુ' એવોર્ડ મળેલ છે,જેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.