Code

29 March 2017

State level innovation fair 2017

રાજ્યકક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર ૨૦૧૭ તાજેતરમાં સાપુતારા(જિ.ડાંગ) યોજાયો હતો.(તા.૨૪ થી ૨૬ માર્ચ ૨૦૧૭) જેમાં મારું ઇનોવેશન "ICT  અને બ્લોગનો શિક્ષણમાં ઉપયોગ" મે રજૂ કર્યું હતું.જેની યાદગાર તસવીરો અહીં મુકેલ છે.

Loan Words part.2 | 115 English words in Gujarati

રોજીંદા વ્યવહારમાં વપરાતા ૧૧૫ અંગ્રેજી શબ્દોનો પરિચય તેમના સ્પેલિંગ અને ઉચ્ચાર સાથે જુઓ આ વીડિયોમાં -એવા શબ્દો કે જેનો આપણે સૌ તેમજ ઓછું ભણેલા લોકો પણ રોજીંદી વાતચીતમાં ઉપયોગ કરે  છે. ચાલો,અંગ્રેજી શીખવા પ્રત્યે બાળકોમાં હકારાત્મક અભિગમ કેળવીએ.

24 March 2017

વિશ્વ ટી.બી. દિવસ 24 March


 
  દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ટીબી અંગેની જનજાગૃતિ ઊભી કરવાનો તેમજ તેની સામે લડી રહેલા અગણિત આરોગ્ય કાર્યકરોના જોમ અને જુસ્સો વધારવાનો છે. જો ટીબીની સમયસર અને યોગ્ય સારવાર કરવામાં આવે તો તે મટી શકે છે.આ રોગ એક બેક્ટોરિયાના ચેપને કારણે થાય છે.
                      ટીબીના બેક્ટેરિયા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. કોઈ રોગીના ખાંસવા, છીંકવા, થૂંકવા સમયે કફ અથવા થૂંકના નાના-નાના કણો કે બુંદો હવામાં ફેલાય છે. જેમાં રહેલા બેક્ટેરિયા કલાકો સુધી હવામાં રહી શકે છે અને સ્વસ્થ વ્યક્તિના શરીરમાં શ્વાસ લેતી વખતે પ્રવેશીને રોગ પેદા કરે છે.રોગથી પ્રભાવિત અંગોમાં નાની-નાની ગાંઠો એટલે કે ટયૂબરકલ્સ બની જાય છે. સમયસર ઉપચાર ન કરવામાં આવે તો ધીરે-ધીરે તેના પ્રભાવમાં આવેલ અંગ પોતાનું કાર્ય યોગ્ય રીતે કરવાનું બંધ કરી દે છે અને તે મૃત્યુનું કારણ બની શકે છે.

  23 March 2017

  શહીદ દિન -23 March Special

  આજે ૨૩ માર્ચ : શહીદ દિન...જે દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂ દેશ માટે શહિદ થયા. લોક ચેતનાને હચમચાવવા પાર્લામેન્‍ટમાં બોમ્‍બ ફેંકીને જેમને સામે ચાલીને આવી દેશ માટે ફાંસીના ફંદાને જાતે ચુમીને ગળામાં નાખી શહીદી વ્‍હોરીને ક્રાંતિકારીઓના ઈતિહાસનું ટર્નીંગ પોઈન્‍ટ સાબિત થયા તે ભગતસિંહ,સુખદેવ અને રાજયગુરૂ.
  ભારતનાં સ્વતંત્રતા આંદોલનનાં ઈતિહાસમાં ભગત સિંહનું અગ્રિમ સ્થાન છે. તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ.૧૯૦૭ નાં દિવસે લ્યાલપૂર, પંજાબમાં થયો હતો.
  ભગતસિંહ
  , શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.
  સારસ્વત મિત્રો,આપ ભગતસિંહ વિશે જો બાળકોને સમજાવવા માગતા હોય તો ભગતસિંહ વિશે બનેલી નીચે આપેલ હિંદી ફિલ્મ ડાઉનલોડ કરો.

  ૨.'શહીદ' બોલીવુડ ફિલ્મ ડાઉનલોડ (અભિનેતા : બોબીદેઓલ)

    ૩.ભગતસિંહ ડોક્યુમેન્ટરી ડાઉનલોડ વિડ્યો

  ૪.ભગતસિંહ ડોક્યુમેન્ટરી-૨ ડાઉનલોડ વિડ્યો