Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

6 May 2016

મારીયા મોન્ટેસોરી પરિચય અને શિક્ષણ પદ્ધતિ Detail

આજે મારિયા મોન્ટેસરીની પૂણ્યતિથી 
તેઓ જાણીતાં શિક્ષણવિદ્ હતાં. તેમણે આપેલી શિક્ષણ પદ્ધતિને મોન્ટેસરી નામે ઓળખાય છે.તેમને એક પ્રવાસમાં જવાનું થયું ત્યાં તેમને મંદબુદ્ધિનાં બાળકોને મળવાનું થયું. આ બાળકો કંઈ પણ વાંચવા-લખવા અને સમજવા માટે અસમર્થ હતાં. તેથી આ બાળકોને જોઈને તેમને એવી શિક્ષણ પદ્ધતિ વિકસિત કરવાની પ્રેરણા થઈ જેમાં બાળક સરળતાથી જ્ઞાન મેળવી શકે. જેમાં કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બંનેનો ઉપયોગ હોય, આ પદ્ધતિમાં સાધન દ્વારા શિક્ષણ આપવાની વાત હતી.આ પદ્ધતિ એટલી સફળ રહી છે કે આજે પણ દુનિયામાં અનેક ઠેકાણે મોન્ટેસરી પદ્ધતિથી જ શિક્ષણ અપાય છે.