18 Mar 2016

બાળકોને શાળાએ લઇ જતી ઓટોરીક્ષા/વાનની કેપેસીટી - Govt Gr

સામાન્ય રીતે શાળાએ જતા બાળકો માટે રીક્ષા કે વાન વધુ જોવા મળે છે,જેનું ચિત્ર જોતા એવું લાગે કે જાણે ઘેટા બકરા ભરેલા છે.આટલા ખીચોખીચ બાળકો બેસાડેલા હોય છે.આ બાબત ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં એક ચુકાદો આપેલ છે,જેના પગલે  શિક્ષણ વિભાગ દ્વારા થોડા સમય પહેલા એક પરિપત્ર બહાર પાડેલ છે,જેમાં નીચેની બાબતો ખૂબ જ અગત્યની છે.
* ઓટોરીક્ષામાં ૩ વ્યક્તિની કેપેસીટી છે,જેમાં ૧૨ વર્ષથી નીચેના ૦૬ બાળકો જ બેસાડવા
* વાનમાં ૦૬ વ્યક્તિની કેપેસીટી છે,જેમાં ૧૨ વર્ષથી નીચેના ૧૨ બાળકો જ  બેસાડવા
* ડ્રાઇવરની સીટ પર  કોઇને બેસાડવા નહિ.
આથી વધુ જો બેસાડેલ હોય તો આપ શાળાના આચાર્ય કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ફરિયાદ કરી શકો અને તેની સામે શિક્ષાત્મક પગલા લેવાશે.જો આ કચેરી તરફથી ધ્યાન ન અપાય તો શિક્ષણ વિભાગને જાણ કરી શકો છો.

Share This
Previous Post
Next Post