Code

ચલતી પટી

"સારસ્વત મિત્રો,તા.૮-૭-૨૦૧૭ ના રોજ પરમ પૂજ્ય ભાઈશ્રી(શ્રી રમેશભાઈ ઓઝા)ના હસ્તે મને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના સન્માનમાં સાંદીપની 'ગુરુ ગૌરવ એવોર્ડ' મળ્યો છે,આ તકે આપ સૌ શિક્ષક મિત્રોનો આભાર

22 February 2016

દુલા ભાયા કાગ પૂણ્યતિથિ : જીવન પરિચય Video

કવિવર શ્રી દુલા ભાયા કાગ (કાગબાપુ) એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્‍વ.એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ,ભજન, પ્રાર્થના, દુહા જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે.નોખા તરી આવે એવા સાહિત્યકાર.ચારણ કુળમાં જન્મેલા. કાગ આપણી ભાષાના આગવા રચનાકારોમાં શીર્ષસ્થ છે. તેમની રચનાઓ લોકબોલીમાં, તળપદી શૈલીમાં ખૂબ ગહન, વિચારપ્રેરક અને ચિંતનપ્રદ બોધ આપી જાય છે.ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ તેમની ગ્રંથમાળા કાગવાણીના આઠ ભાગ માટે જાણીતા છે, જે ભજનો, રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની ફિલસૂફી અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે.