Code

ચલતી પટી

"My All Video : Click Here"ગુગલ એડસેન્સની જાહેરાત વગર -ગુજરાતીમાં માહિતી સાથેનો બ્લોગ

4 April 2015

હનુમાન જયંતિ -Hanuman Jayanti



હિન્દુ ધર્મમાં શ્રી હનુમાનજી અદ્વિતીય અને વિલક્ષણ ગુણોવાળા દેવતા માનવામાં આવે છે. શ્રી હનુમાનનું ચરિત્ર બધા ગુણોથી સમ્પન્ન છે. હનુમાનજી શ્રેષ્ઠ ભક્ત જ નહીં પરંતુ તેઓ ભક્તિના આદર્શ પણ છે. એટલે શાસ્ત્રો પ્રમાણે બતાવવામાં આવેલ ભક્તિના ચાર સૂત્રોના હનુમાનજી ગુરુ માનવામાં આવ્યા છે.આ ચાર સૂત્રો છે. કર્મ, ઉપાસના, જ્ઞાન અને શરણાગતિ. આ ચાર સૂત્રોની સાથે સાધના અને ભક્તિને લીધે જ હનુમાનજી અદભૂત અને ચમત્કારિક દેવતા ગણવામાં આવ્યા છે.