Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

24 April 2014

ગણિત-વિજ્ઞાન ગેરહાજર ઉમેદવારોની માહિતી મોકલાવવા બાબતટૂંક સમયમાં નક્કી થશે ઇન્ટરનેટની લઘુત્તમ સ્પીડ
નવી દિલ્હી મોબાઇલમાં વાયરલેસ ઇન્ટરનેટ સેવામાં સ્પીડને લગતી અસંખ્ય ફરિયાદોથી પરેશાન ટ્રાઇએ હવે આગામી ટૂંક સમયમાં ઇન્ટરનેટની લઘુત્તમ સ્પીડ નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. નિશ્ચિત મર્યાદા પ્રમાણે જ ટેલિકોમ કંપનીઓ ઇન્ટરનેટની સેવા આપવા બાધ્ય રહેશે.
ટ્રાઇએ આ અંગે જાહેર કરેલા એક દસ્તાવેજમાં કહ્યું છે, ઉપભોક્તાઓ તરફથી ડાઉનલોડની
ધીમી સ્પીડને લઈને અનેક ફરિયાદો મળી છે. આ મુદ્દે લાંબી વિચારણા બાદ લાગે છે કે વાયરલેસ ડેટા સર્વિસ માટે લધુત્તમ સ્પીડ઼ની મર્યાદા હોવી જોઈએ. હાલમાં આવી કોઈ જ મર્યાદા નિશ્ચિત નથી.
3જી કંપનીઓ મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ 7.1 એમબીપીએસથી 21 એમબીપીએસ આપવાનો વાયદો કરે છે. 7.1 એમબીપીએસની સ્પીડમાં મોબાઇલમાં આખી ફિલ્મ માત્ર 12થી 14 મિનિટમાં ડાઉનલોડ કરી શકાય છે. કંપનીઓએ હાલ ટ્રાઇની જે લઘુત્તમ સ્પીડ જણાવી છે તે 399 કેબીપીએસથી 2.48 એમબીપીએસ છે.
ટ્રાઇને જાણવા મળ્યું છે કે એક ખાનગી કંપની દ્વારા આપવામાં આવી રહેલી લઘુત્તમ ઇન્ટરનેટ સ્પીડ તો બ્રોડબેન્ડ કહી શકાય એટલી પણ નથી. ટ્રાઇના નિયામકનું માનવું છે 3જી અને સીડીએમએ ઇવીડીઓ સેવા માટે લઘુત્તમ ડાઉનલોડ સ્પીડ 95 ટકા સફળતાના દરની સાથે એક મેગાબિટ પ્રતિ સેકેન્ડ હોવી જોઈએ. જીએસએમ અને સીડીએમએ 2જીની બાબતે લઘુત્તમ સ્પીડ 56 કિલોબિટ પ્રતિ સેકન્ડ તેમજ સીડીએમએ હાઇસ્પીડ માટે 512 કેબીપીએસ હોવી જોઈએ. ટ્રાઇએ આ વિશે લોકો પાસેથી5 મે સુધી મત જણાવવા કહ્યું છે. જે બાદ 12 મે પછી આ વિશે કોઈ પગલાં લેવાશે.