Code

21 May 2013

દેશના જુદા-જુદા રાજયોમાં પ્રાથમિક શાળાઓમાં બિનકુશળ શિક્ષકોની ભરતી બાબતે સપ્રીમ કોર્ટે આજે લાલ આંખ કરી હતી. ગુજરાતમાં બિનકુશળ વિદ્યાસહાયકની થયેલી ભરતીના મામલે થયેલી રિટમાં કોર્ટે આકરી ટીકા કરતા કહ્યું હતું કે આવા શિક્ષકો શિક્ષણ સહાયક નહીં પરંતુ શિક્ષણ શત્રુ છે. રાજ્યમાં વિદ્યાસહાયકોની લાયકાત અને તેમની ભરતી પ્રક્રિયા બાબતે બુધવાર સુધીમાં અહેવાલ રજૂ કરવા ખંડપીઠે ગુજરાત સરકારને આદેશ કર્યો છે.

  • 'આવા શિક્ષકો શિક્ષણ સહાયક નહીં પરંતુ શિક્ષણ શત્રુ છે'
  • 'જ્યારે બંધારણે ફરજિયાત, સક્ષમ અને મફત શિક્ષણનો અધિકાર આપ્યો છે તો પછી આવી નીતિ કેમ બનાવો છો ?'
  • લાયકાત અને ભરતી પ્રક્રિયાનો અહેવાલ રજૂ કરવા ગુજરાત સરકારને આદેશ