રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આનંદદાયી શનિવાર અંતર્ગત યોજાનાર પ્રવૃત્તિઓમાં આનંદદાયક અનુભવો પુરા પાડવાના હેતુથી ધોરણ 3 થી 5 અને 6 થી 8 માં વિવિધ પ્રોજેક્ટ કાર્ય કરાવી શકાય. પ્રોજેક્ટ અંતર્ગત બાળકોએ સાથે મળીને વિચારવું પડે ,કશુક નક્કી કરવું પડે, માહિતી એકત્ર કરવાનું , કરેલા કામની નોંધ રાખવી પડે અને પોતાના કામની અસરકારક રજૂઆત કરવી પડે છે. આ પ્રોજેક્ટ કેવી રીતે કરી શકાય ?કયા કયા સોપાનો છે ? એની માહિતી માટે નમૂના રૂપ પ્રોજેક્ટ અહીંયા આપેલ છે.
