આજે ૨૩ માર્ચ : શહીદ દિન...જે દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂ દેશ માટે શહિદ થયા. લોક ચેતનાને હચમચાવવા પાર્લામેન્ટમાં બોમ્બ ફેંકીને જેમને સામે ચાલીને આવી દેશ માટે ફાંસીના ફંદાને જાતે ચુમીને ગળામાં નાખી શહીદી વ્હોરીને ક્રાંતિકારીઓના ઈતિહાસનું ટર્નીંગ પોઈન્ટ સાબિત થયા તે ભગતસિંહ,સુખદેવ અને રાજયગુરૂને શત શત વંદન .........
ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.