દેશની શિક્ષણ નીતિમાં 34 વર્ષ પછી નવા ફેરફાર કરવામાં આવ્યા છે. કેબિનેટે આ નવી શિક્ષણનીતિને મંજૂરી આપી છે. નવી શિક્ષણ નીતિમાં સ્કૂલ બેગ, પ્રિ-પ્રાઈમરી ક્લાસિસથી લઈને બોર્ડની પરીક્ષાઓ, રિપોર્ટ કાર્ડ્સ, યુ.જી.એડમિશનની પદ્ધતિઓ, એમ.ફિલ સુધી બધુ બદલાયુ છે. જાણો કે આટલા વર્ષો પછી નવી શિક્ષણ નીતિમાં શું બદલાયું છે, તેની તમારા બાળકના શિક્ષણ પર કેવી અસર પડશે.