મિત્રો,આપણે જાણીએ છીએ કે સોશિઅલ મીડીયામાં વોટ્સએપ આજે સૌથી વધુ લોકપ્રિય છે.મોટાભાગના લોકો મેસેજિંગ એપ તરીકે વોટ્સએપનો ઉપયોગ કરે છે.મોબાઈલની કે કોઈ એપ્લીકેશનની ડીફોલ્ટ ભાષા ઈંગ્લીશ હોય છે,પણ ઘણા લોકો ગુજરાતીમાં રાખવાનું પસંદ કરે છે.ઘણા લોકોનો આ સવાલ રહ્યો છે કે શું વોટ્સએપ પણ ગુજરાતીમાં થઇ શકે ? મતલબ કે એમના જે મેનુ છે એ બધા ગુજરાતીમાં હોય ,... શું આવું શક્ય છે ? જવાબ છે હા તમે ચાહો તો મોબાઈલની જેમ જ વોટ્સએપની ભાષા ગુજરાતી કે હિન્દી રાખી શકો છો. જેનાથી વોટ્સએપના મેનુ બધા ગુજરાતી અથવા હિન્દીમાં દેખાશે..તો છે ને કમાલ , વોટ્સએપ કૂલ ૧૦ ભાષામાં ઉપલબ્ધ છે.આ માટે તમારે કોઈ વધારાની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવાની નથી .ફક્ત સેટિંગમાં જઈને એક સામાન્ય ફેરફાર કરવાનો છે.અને એ પછી પણ ફરી જ્યારે ભાષા બદલવા માગતા હોય ત્યારે બદલાવી શકો છો...આ કેવી રીતે થશે એના વિશે જુઓ આ પ્રેક્ટીકલ વિડીયો