મારા કામ સંદર્ભે ડૉ.સુભાષ મહિલા કોલેજ (જૂનાગઢ) ના આચાર્યશ્રી ડૉ.બલરામ ચાવડા સાહેબ દ્વારા મને મળેલ અભિપ્રાય અહી શબ્દસ: રજૂ કરું છું.ક્યારેક કોઈના બે શબ્દો એવોર્ડ કરતા પણ વધુ આનંદ આપે છે,અને પ્રેરણા આપે છે.માટે જ તો શબ્દને બ્રહ્મ કહેલ છે.રોજ ઘણા અભિપ્રાય મળી રહ્યા છે.આપ સૌનો આભાર
------------------------------------અભિપ્રાય--------------------------------------
પ્રાથમિક શિક્ષકનો પહેલો અને સહેલો અર્થ છે પ્રથમ,પાયાનું જ્ઞાન આપનાર વ્યક્તિ. ભગવત ગોમંડળ પ્રાથમિકના આ પ્રમાણેના અર્થો આપે છે:આરંભ દશાનું; પ્રારંભિક; પ્રસ્તાવિક; શરૂઆતનું; આરંભનું; પહેલું; પહેલા પગથિયા જેવું કામ કરનારૂં.એટલે આપે આપના પદને,આપને ભાગે આવેલી ભૂમિકાને સંપૂર્ણ રીતે ચરિતાર્થ કરી છે.જેમ એક વટવ્રુક્ષ અનેક જીવો માટે આશીર્વાદરૂપ છે એમ જ્ઞાનની અનેક શાખા -પ્રશાખામાં વિસ્તરેલો આપનો બ્લોગ અનેક જિજ્ઞાસુ અભ્યાસીઓ માટે આશીર્વાદરૂપ અને અને પ્રેરણાદાયી છે.સમયાન્તરે આપનો બ્લોગ જોઈ કઇક નૂતન,જાણવા શીખવા ઇચ્છતા મારા જેવા અનેક લોકો વૈવિધ્ય સભર માહિતી,જ્ઞાનથી સમૃદ્ધ થાય છે.એ આપના તપોયજ્ઞનું સુફળ છે.આપ હજુ પણ અપ્રતિમ સફળતા હાસલ કરો એવી શુભકામનાઓ
ડૉ.બલરામ ચાવડા - ડૉ.સુભાષ મહિલા કોલેજ જૂનાગઢ