ગુણોત્સવમાં
મૂલ્યાંકન અગત્યનું છે.આ મૂલ્યાંકનના આધારે શાળાને અને શિક્ષકને ગ્રેડ મળે છે. શિક્ષણવિભાગ
દ્વારા આ માટે ગાઇડ્લાઇન પુસ્તિકા પણ બહાર પાડવામાં આવી છે,પરંતુ આવી પુસ્તિકા
વાંચવાનો સમય કોઈ કારણસર ન મળે તો આ વીડિયોના માધ્યમથી આપ અગત્યની બાબતોથી
માહિતગાર થઇ શકશો.આ મૂલ્યાંકનમાં ૦ થી 5 ગુણ શેના આધારે અને કેવી રીતે મળે છે એ
જાણવું ખૂબ જ જરૂરી છે.જેનાથી આપણે વધુ સારું પરિણામ મેળવી શકીએ.ઘણીવાર યોગ્ય
માહિતીના અભાવે પણ ઘણી શાળાઓને ગુણોત્સવમાં ધાર્યું પરિણામ મળતું નથી. જો આપ
આચાર્ય હોય તો વીડિયો દ્વારા આસાનીથી આખા સ્ટાફને આસાનીથી સમજૂતી આપી શકશો,તમે
જાતે ચાહો ત્યારે વીડિયો જોઈ શકશો.