Uncategories
નાતાલ દિનવિશેષ - Christmas Day info in Gujarati PDF
નાતાલ દિનવિશેષ - Christmas Day info in Gujarati PDF

- આ પવિત્ર પર્વને ગુજરાતમાં નાતાલ
કહેવાય છે. અંગ્રેજીમાં ક્રિસમસ અને હિન્દીમાં ‘બડા દિન' તરીકે મનાવવામાં આવે છે.૨૦૦૦ વર્ષ
પહેલા બેથલેહેમ શહેરના દાઉદ નગરના નાઝરેથ ગામમાં બાળ ઈસુનો જન્મ સાધારણ ગભાણમાં
થયો હતો. આ દિવસે કડકડતી ઠંડી હતી. માતા મરીયમ અને પિતા યુસુફ ઈસુ ખ્રિસ્તના જન્મ
સમયે પ્રસુતિ માટે નગરમાં ભટકતા હતા. પરંતુ તેઓને નગરમાં કયાંય જગ્યા ન મળી અને
તેમાં તેઓએ ગભાણમાં આસરો લીધો અને ત્યાં બાળ ઈસુનો જન્મ થયો. જયાં ના કોઈ ઘર,ના
કોઈ મહેલ,ના હોસ્પિટલ પરંતુ એક સાધારણ ગભાણમાં માનવરૂપ ધારણ કરી આપણી મધ્યે અવતાર
લીધો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે રાત્રીના ભરવાડો જયારે ઘેટાં ચરાવીને આરામ
કરતા હતા ત્યારે આકાશમાંથી એક દેવદૂત પ્રગટ થયો અને ભરવાડો ડરી ગયા. ત્યારે
દેવદૂતે તેમને કહ્યું કે બીહો મા ! કેમ કે તમારે સારૂ હું એક શુભ સંદેશ લાવ્યો
છું કે દાઉદ શહેરના નાઝરેથ ગામમાં બાળ ઈસુનો જન્મ થયો છે. જે સમગ્ર માનવજાતના
ઉદ્ધાર માટે છે. જે જગતમાં પ્રકાશ ફેલાવવા આવ્યા છે. ત્યારે જયારે ભરવાડો આ
સમાચાર સાંભળી બાળ ઈસુના દર્શન માટે જવા નીકળ્યા ત્યારે એક તારો જે ખૂબ પ્રકાશિત
હતો જેના દ્વારા પૃથ્વી પર ખૂબ જ અજવાળુ ફેલાતુ હતું. તે તારો ભરવાડોની સાથે સાથે
એક માર્ગદર્શકના રૂપે ચાલતો અને જયાં બાળ ઈસુનો જન્મ થયો હતો ત્યાં આવીને અટક્યો
અને ચોમેર પ્રકાશ ફેલાઈ ગયો. એટલા માટે ખ્રિસ્તી ધર્મમાં તારો એક મહત્વપૂર્ણ ચિホ ગણાય છે. એટલા માટે ખ્રિસ્તી ધર્મમાં તારાનું
ખૂબ મહત્વ છે અને બાળ ઈસુના શુભ સંદેશ આપવા માટે ગાયકગણ (કેરલ પાર્ટી) દ્વારા
ખ્રિસ્ત જયંતિના ગીતો ગાઈને બાળ ઈસુના જન્મની વધામણી આપે છે. તેઓ આ વધામણી આપવા
ખ્રિસ્તી લોકોના ઘરે ઘરે રાત્રીના ઠંડીના સમયે ગાયનો ગાઈને શુભેચ્છા પાઠવે છે
અને પ્રેમ, આનંદ અને શાંતિનો સંદેશ આપે છે અને કહે છે કે
શાંતિનો સરદાર, માનવરૂપમાં આપણી મધ્યે અવતર્યા છે. ચાલો આપણે
સૌ મળીને તેનું સ્વાગત કરીએ.
- Detail Download PDF File
Share This