નમસ્કાર મિત્રો,પોરબંદર અને તેની
આસપાસના શિક્ષક મિત્રો તેમજ અન્ય રસ ધરાવતા લોકો કમ્પ્યુટર અને ઇન્ટરનેટના વ્યાવહારિક જીવનમાં ઉપયોગ અંગેની જરૂરી માહિતી મેળવી શકે અને પોતાના રોજિંદા જીવનમાં એનો ઉપયોગ
કરે - સાથે સાથે પરિવારના બાળકોને પણ એનાથી માહિતગાર કરી શકે એ હેતુથી આ સ્વૈચ્છિક
તાલીમનું આયોજન કરેલ છે. જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે.નીચે આપેલ ફોર્મમાં વિગત લખી
સબમિટ કરો.
- તારીખ. ૧૬.૧૦.૨૦૧૭, સોમવાર : સમય : ૧૦.૦૦ થી ૪.૨૦
- સ્થળ : બી.આર.સી.ભવન સભાખંડ,બિરલા ફેક્ટરી સામે,વેરાવળ રોડ, પોરબંદર
- રજીસ્ટ્રેશન ફી : 50/- (બપોરના ભોજન સાથે)
- આ તાલીમના મુદ્દાઓ :
- બ્લોગનો પરિચય / તમારો પોતાનો બ્લોગ/વેબસાઈટ ફ્રીમાં કેવી રીતે બનાવશો ?
- બ્લોગ દ્વારા તમારા વિચારો દેશ અને દુનિયા સાથે કેવી રીતે શેર કરશો?(પોસ્ટ મુકવી)
- 2 શૈક્ષણિક બ્લોગનો પરિચય
- Youtube (યુટ્યુબ) પરથી કોઇ પણ વીડિયો ડાઉનલોડ કેવી રીતે કરશો ?
- તમારી પોતાની Youtube (યુટ્યુબ) ચેનલ કેવી રીતે બનાવશો ?
- યુ ટ્યુબ પર તમારો પોતાનો વીડિયો કેવી રીતે મુકશો ?
- વીડિયો કેવી રીતે બનાવશો ?
- MCQ ક્વિઝ ગેમ ફાઈલ કેવી રીતે બનાવશો ?
- રોજિંદા જીવનમાં Google સર્ચનો યોગ્ય ઉપયોગ
- રોજીંદા જીવનમાં ઉપયોગી કેટલીક મોબાઈલ એપલીકેશનનો પરિચય
- QR કોડનો પરિચય અને QR કોડ કેવી રીતે બનાવશો ?
- મોબાઇલમાં ફોટામાંથી વીડિયો કેવી રીતે બનાવશો ?
- Android Mobile નો શૈક્ષણિક ઉપયોગ