*ઇ-મેઈલના
પાસવર્ડ કોઈને મળી જશે તો પણ ઇ-મેઈલ એકાઉન્ટ ઓપન નહી થાય*
આજે એક જ ઈમેઈલ પર મોટાભાગની
સર્વિસનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે આ ઈમેલના પાસવર્ડ ખૂબ જ અગત્યના બની જાય
છે.ક્યારેક જો કોઈ પાસવર્ડ મેળવી લે અથવા તો કોઈને ખબર પડે તો આપણે મુશ્કેલીમાં
મુકાઇ શકીએ છીએ, પરંતુ જો આ 2 Step Verification ચાલુ
હશે તો પાસવર્ડ હોવા છતાં અન્ય
કોઈનાથી પણ એકાઉન્ટ ખુલશે નહીં,તમારા
સિવાય અન્ય કોઈ પણ જ્યારે બીજા કોઈ પણ મોબાઈલ / કમ્પ્યુટર કે લેપટોપ પર લૉગિન થશે
તો સીધો જ તમારા મોબાઈલ પર મેસેજ મળશે એમાં કોડ હશે, એ કોડ
સિવાય એકાઉન્ટ ખુલશે નહીં તો આ 2 Step Verification કેવી
રીતે ચાલુ કરી શકાય એમના વિષે ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જુઑ