નમસ્કાર મિત્રો,
યુટ્યુબ પર આપ ઘણા વિડીયો જોતા હશો,આપને ક્યારેક વિચાર પણ આવ્યો હશે કે હું મારા કોઈ વિડીયો મૂકી શકું ? તો જવાબ છે હા ...તમે પણ તમારો કોઈ વિડીયો બનાવેલ હોય,શુટિંગ કરેલ હોય જે અન્ય માટે મદદરૂપ કે પ્રેરણાત્મક બની શકે એમ હોય તો મૂકી શકો છો.આપની શાળાની પ્રવ્રુતિઓના વિડીયો પણ નિશુલ્ક મૂકી શકો છો અને આ રીતે ઓનલાઇન રેકોર્ડ પણ રહેશે.જેને કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે જોઈ શકશે-આપનો આ વિડીયો કેટલા લોકોએ જોયેલ છે એની સંખ્યા પણ વિડીયોની નીચે જોઈ શકશો.અહી ધ્યાન રાખશો કે અન્ય કોઈ વ્યક્તિએ Youtube પર મુકેલ વિડીયો આપ મુકશો નહિ.જેથી કોઈ પ્રશ્ન ઊભા ન થાય.
હવે આપને પ્રશ્ન થશે કે વિડીયો કેવી રીતે મુકવા ? યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી ? તો આપના માટે ગુજરાતીમાં પ્રેક્ટીકલ વિડીયો તૈયાર છે. જુઓ અને જાતે ઘર બેઠા શીખો ત્યાર બાદ તમારી પોતાની યુટ્યુબ ચેનલ બનાવો.