9 May 2017

શ્રી વી.જે.મોઢા કોલેજ દ્વારા સન્માન -Porbandar

પોરબંદરની નામાંકિત કોલેજ એવી શ્રી વી.જે.મોઢા કોલેજ દ્વારા સન્માન 
થોડા સમય પહેલા તા.૨૯.૩.૨૦૧૭ ના રોજ કોલેજના એન્યુઅલ ફંકશનમાં મારું 'વિશેષ સેવા પુરસ્કાર'થી સન્માન કરવામાં આવ્યું,જે બદલ હું આ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર માનું છું.અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદરની આ કોલેજમાં શિક્ષણની સાથે સાથે જરૂરી મૂલ્યશિક્ષણ પણ આપવામાં આવે છે.વિદ્યાર્થીઓની નાનામાં નાની બાબતો પ્રત્યે પણ ધ્યાન રખાય છે.અભ્યાસક્રમની સાથે સાથે ઈત્તર પ્રવૃતિઓમાં પણ આ કોલેજના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવી રહ્યા છે.માનનીય ટ્રસ્ટીશ્રી અશોકભાઈ મોઢાનું સતત મોનીટરીંગ અને તેમ છતાં એક અધિકારી કે ટ્રસ્ટીની જેમ નહિ પણ વિદ્યાર્થીઓના મિત્ર અને સાચા માર્ગદાર્શંકની જેમ એમની સાથેનું વર્તન કાબિલે તારીફ છે.
પરમ આદરણીય એવા શ્રી વલ્લભભાઈ મોઢાનું સહજ વ્યક્તિત્વ અને એમની શિક્ષણમાં ગુણવત્તા માટેના પ્રયાસો એ પ્રશંસાને પાત્ર છે.
( Available Courses : BCA,B.Sc.BBA,B.Com.BSW,M.SC (IT),M.Sc(Che.) M.Com., PGDCA, PGDHHM 


Shri V.J.Modha College -Porbandar
Share This
Previous Post
Next Post