તાજેતરમાં હોળી-ધૂળેટીની રજાઓમાં અમરેલી જિલ્લાના ભેંસવડી ગામે(તા.લીલીયા મોટા) મારા પરિવારજનો પાસે જવાનું થયું.ભેંસવડી ગામની શાળાના શિક્ષક શ્રી અશોકભાઇ જોષીને મળીને આનંદ થયો.એક શિક્ષકના શાળાના હિતમાં કરેલ વિચાર અને યોગ્ય દિશામાં કરેલા પ્રયત્નોથી શાળામાં શું પરિવર્તન આવે ? વિદ્યાર્થીઓને એનો શું ફાયદો થાય ? એનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું.અશોકભાઇ જેવા શિક્ષકને મળવું એ એક લહાવો છે,એમના અનુભવોના નીચોડમાંથી ઘણું જાણવા મળ્યું. જ્યારે પણ ભેંસવડી જવાનું થાય ત્યારે અશોકભાઇ જોષીને મળવાનું અચૂક મન થાય - મળવા જેવા માણસ - શિક્ષકના શિક્ષકત્વને ઉજાગર કરનાર આવા ગુરૂજનોને મારા વંદન છે .(અશોકભાઇ સાથેની તસવીર)
(દ્વારકેશ ગોંડલિયા/પુરણ ગોંડલિયા / અશોકભાઇ જોષી અને સલડી પ્રા.શાળાના શિક્ષકશ્રી મૌલિકભાઇ ત્રિવેદી)
(દ્વારકેશ ગોંડલિયા/પુરણ ગોંડલિયા / અશોકભાઇ જોષી અને સલડી પ્રા.શાળાના શિક્ષકશ્રી મૌલિકભાઇ ત્રિવેદી)