એક અભિપ્રાય.... આ અભિપ્રાયમાં માત્ર શબ્દો જ નથી,લાગણીઓ સમાયેલી છે.
ગોંડલિયા
સાહેબ નમસ્કાર !
આપશ્રી
જે રીતે શેરીંગ દ્વારા આપનું કોમ્પ્યુટરનું જ્ઞાન સમાજમાં વહેંચો છો તેવું આજે કેટલાં લોકો કરેછે ? બાંધી મુઠ્ઠી લાખની જેમ થોડું ઘણું જાણનારા પણ બધું પોતાના સુધી જ
સીમિત રાખે છે. તમે જાણો જ છો કે આજે કોમ્પ્યુટર શીખવનારા આટલું તો પૈસા આપતાં પણ શીખવતાં નથી ! મારી દષ્ટિએ નફા નુકસાનની ગણતરી રાખ્યા વિના સમાજને પોતાના જ્ઞાનનો
મહત્તમ લાભ આપવાનું એક શિક્ષક જ વિચારી
શકે અને આપ એવા વિરલા શિક્ષકો માંના એક છો.
ફક્ત
મારી જ વાત કરું તો આપની વેબસાઈટ થી કોમ્પ્યુટરને લગતાં મારા ઘણા પ્રોબ્લેમ દૂર થઈ
ગયા છે. નવું નવું ઘણું શીખવા પણ મળ્યું છે જેનો ઇન્કાર થઇ શકે તેમ નથી. આ રીતે
ઘણાં લોકોને લાભ મળતો જ હશે તે ચોક્કસ.
અકબર એસ. બ્લોચ, આરંભડા - તાલુકો : દ્વારકા,જિલ્લો : દેવભુમિ દ્વારકા.
આપ પણ આપનો અભિપ્રાય આપી શકો છો.