Uncategories
શિક્ષક દિન -Happy Teacher's Day
શિક્ષક દિન -Happy Teacher's Day
- સર્વે શિક્ષકમિત્રોને આજના દિવસની શુભેચ્છા
- આજનો દિવસ ખાસ એટલા માટે પણ છે કે આજના દિવસે પ્રાથમિક શિક્ષણમાં મારે ૦૫ વર્ષ પૂરા થયા અને એક લેબલ દૂર થયું ,એ હતુ વિદ્યાસહાયકનું લેબલ...આજથી પાંચ વર્ષ પહેલા- ૨૦૧૧ માં જ્યારે પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ થયો ત્યારે શરૂઆતમાં નાના બાળકોને ભણાવવાનું કાંઇક અલગ જ લાગ્યું,કારણ કે એ પહેલા પી.ટી.સી અને બી.એડ.કોલેજમાં ૫ વર્ષ અધ્યાપનકાર્ય કરાવ્યું હતુ,જેમાં વિદ્યાર્થીઓની વયકક્ષા કરતા આ વિદ્યાર્થીઓની કક્ષા નાની હોઇ થોડું કઠિન લાગ્યું.પણ સમય જતા સેટ થઇ જવાયું.આજે પ્રાથમિક શિક્ષણમાં ઇશ્વરની કૃપાથી ઘણૂં બધુ કાર્ય કર્યું છે,ઘણા શિક્ષક મિત્રો મળ્યા,અનુભવ મળ્યા ..
- આ બ્લોગના માધ્યમથી હજારો શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ માટે કંઇક કરવાની અને એમના માટે ઉપયોગી બનવાની તક મળી..સૌનો ખૂબ ખૂબ આભાર .
- મિત્રો, મળતા રહીશુ મારા આ બ્લોગ પર .....' जब तक है जान ...."
Share This