9 Jun 2016

શામળદાસ ગાંધી પરિચય વિડ્યો -Shamaldas Gandhi-Junagadh

આરઝી હકૂમતના સ્થાપક શામળદાસ ગાંધીની પૂણ્યતિથિ -૦૮ જૂન -
શામળદાસ એ મહાત્મા ગાંધીના નાના ભાઈ લક્ષ્મીદાસ કરમચંદ ગાંધીના પુત્ર હતા. ઈસ ૧૯૪૭માં જ્યારે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી ત્યારે જૂનાગઢના બહુમતી નાગરિકો ભારત સાથે જોડાવા માગતા હતા અને તેમની આ લાગણી દર્શાવવા તેમણે દેશવટાની સરકાર રચી અને તેમના વડા શામળદાસને બનાવ્યા.જ્યારે ભારતીય દળો જૂનાગઢ અને તેના તાબા હેઠળના માંગરોળ (જૂનાગઢ) અને માણાવદર માં પ્રવેશ્યા ત્યારે નવાબના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ શામળદાસને જૂનાગઢનું સુકાન સંભાળવા આમંત્ર્યા પરંતુ તેમણે તે ભારત સરકારની તરફેણમાં જતી કરી.આજે પણ શામળદાસ ગાંધીને જૂનાગઢ અને ગુજરાત રાજ્યમાં એક લોકનાયક અને દેશભક્ત તરીકે યાદ કરાય છે. અનેક શાળાઓ, સાર્વજનિક કાર્યો અને દવાખાનાં તેમના નામ હેઠળ ચલાવાય છે.
Share This
Previous Post
Next Post