મહારાણા પ્રતાપનું નામ ઇતિહાસમાં અપ્રતિમ
વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય
વર્ષો સુધી મોઘલ સમ્રાટ અકબર સાથે
પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.૧૫૭૬માં
હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦
રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી
બચાવ્યા -