મિત્રો,સામાન્ય રીતે ગણિત વિષયને અઘરો માનવામાં આવે છે,પરંતુ ટેકનોલોજીના ઉપયોગથી આ અઘરા વિષયને પણ આનંદથી શીખી શકાય છે.આવા ઇનોવેશન અન્ય વધુ શાળાઓ સુધી પહોંચે એ હેતુથી IIM અમદાવાદ તરફથી ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવે છે. જેમાં તાજેતરમાં યોજાયેલ ઇનોવેશન ફેરમાં ઘણા બધા ખૂબ સરસ ઇનોવેશન રજૂ થયા હતા .એમાનું એક ઇનોવેશન આજે અહી આપની સામે હાજર છે.સુરેંદ્રનગર જિલ્લાના પાતડી તાલુકાના સી.આર.સી.શ્રી હેમંતભાઇ પટેલ દ્વારા ગણિતને સહેલાઇથી બાળકો શીખી શકે અને આનંદ-ઉત્સાહથી શીખે એવો એક સોફ્ટવેર " રમતા રમતા ગણિત શીખો " તૈયાર કરવામાં આવ્યો છે.જે સરાહનીય છે.(આ એક્સેલ શીટમાં કોઇએ Create By માં પોતાનું નામ એડીટીંગ ન કરવું.,શ્રેય આ તૈયાર કરનારને મળે એ અપેક્ષિત છે.)
ઇનોવેશન : તમે પણ જો કોઇ વિશિષ્ટ પ્રવૃતિ કે પ્રયોગ દ્વારા શિક્ષણકાર્ય કરાવતા હોય અને તેમાં સારું પરિણામ જો આપને મળ્યું હોય તો તે ઇનોવેશન કહી શકાય.વધુ માહિતી આપને આપના જિલ્લાના ડાયેટમાંથી મળશે.આપના આપના જિલ્લાની નીચે આપેલ ઇનોવેશન સાઇટની લિંક પરથી વધુ વિગત અને સંપર્ક નંબર મળશે.