7 Apr 2016

આધારકાર્ડની એન્ડ્રોઇડ Application

આધારકાર્ડની એન્ડ્રોઇડ મોબાઇલ એપલીકેશન ડાઉનલોડ કરો અને આધારકાર્ડને લગતી માહિતી મેળવો આંગળીના ટેરવે - ડાઉનલોડ એપલીકેશન 
  1. મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. 
  2. એપ ઇન્સ્ટોલ કર્યા બાદ તમારો આધાર નંબર, નામ અને પિન કોડની વિગતો સબમિટ કરો.  
  3. વિગતો સબમિટ કર્યા બાદ તમારે તેને વેરિફાઈ કરવાની રહેશે. તેના માટે એપ તરફથી એક SMS આધાર સર્વર પર મોકલવામાં આવશે. વિગતો વેરિફાઈ થયા બાદ તમારી તસવીર સહિત બાકીની વિગતો આવી જશે.  
  4.  ત્યાર બાદ એપમાં તમારા આધારની વિગતો IMGE સહિત સેવ થઈ જશે, જેને તમે ભવિષ્યમાં શેર કરવા માટે ઉપયોગ કરી શકો છો. 
  5. આ આધાર મોબાઈલ એપ દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાની વિગતો અન્ય વ્યક્તિ સાથે ઈ-મેલ અને બ્લુટૂથ દ્વારા શેર કરી શકશે. ત્યાર બાદ આધાર કાર્ડની ફોટોકોપી કરાવાવની જરૂરિયાત નહીં રહે. તેના દ્વારા ઈ-કેવાઈસીના સમયે કોઈપણ પ્રકારનું ખાતું સરળતાથી ખોલાવી શકાશે. એપમાં તમે તમારો પાસવર્ડને પણ સરળતાથી બદલી શકો છો.  
  6. હવે બેંક ઓનલાઈન વેરિફિકેશન કરી શકશે, જેનાથી લોકો બેંકમાં સરળતાથી ખાતું ખોલાવી શકશે. સાથે જ સરકાર માટે રોકડ સબસિડી ટ્રાન્સફર કરવાનું પણ સરળ થઈ જશે.
    (સૌજન્ય : બલદેવપરી સાહેબ,જૂનાગઢ)
Share This
Previous Post
Next Post