સયુંક્ત રાષ્ટ્રસંઘ, (યુનો) દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા
દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે મનાવવામાં આવે છે.આ દિવસ ઉજવવા પાછળનો હેતુ
વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક
ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે
તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. હે શક્તિ સ્વરુપ મહિલાઓ,આપે અમને સર્જ્યા, પોષ્યા, પાળ્યા અને ચાહ્યા. અમે આપનું ઋણ ક્યારેય ચુકવી શકીએ તેમ નથી. આપના પ્રેમને શત શત વંદન :વિશ્વ મહિલા દિવસ મુબારક હો