તા.૨૨.૧.૨૦૧૬ ના રોજ ડાકોરની બાજુમાં ઠાસરા મુકામે નાયબ કલેક્ટર શ્રી મુકેશભાઇ પટેલ સાહેબ
દ્વારા "પ્રાથમિક શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ" વિષય પર એક
સેમિનાર/તાલીમનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં તજજ્ઞ -મુખ્ય અતિથી તરીકે મને મારી વાત મારા શિક્ષકમિત્રો સુધી
પહોંચાડવાની જે તક આપી તે બદલ હું માનનીય શ્રી મુકેશભાઇ
પટેલસાહેબનો હ્ર્દયપૂર્વક આભાર વ્યક્ત કરુ છું.ડાકોર અને આસપાસના શિક્ષક મિત્રોને આ
ટેકનોલોજીકલ તાલીમમાં પધારવા ભાવભર્યુ
આમંત્રણ
છે.
સ્થળ : શિક્ષક ભવન
ઠાસરા,જિ.ખેડા.સમય : ૧.૦૦
વાગેથી..
આ તાલીમ
ચીલાચાલુ તાલીમ નહી,પણ ટેકનોલોજીના આ
યુગમાં બદલાતા સમયની સાથે કદમ મિલાવવા માટેની આપની તાલીમ બની રહેશે.
તા.૨૩.અને ૨૪ જાન્યુઆરી દરમિયાન રાજકોટની પાસે આવેલ સાંગણવા શાળામાં ICT ઇન એજ્યુકેશન અંતર્ગત લોધિકા તાલુકાના
માધ્યમિક શાળાના શિક્ષકો માટેની તાલીમમાં તજજ્ઞ
તરીકે...
આ ગુજરાતની પ્રથમ ડિઝીટલ સ્કૂલ છે.જેની
રૂબરુ મુલાકાત અને નજીકથી ઓળખવાનો અનુભવ મળશે.આ શાળાને
એક નવા રૂપરંગ આપવા બદલ શાળાના આચાર્યશ્રી સુભાષભાઇને લાખ લાખ અભિનંદન.તેમના અવિરત પ્રયાસોથી
આ શક્ય બન્યુ છે.(૬ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને
વ્યક્તિગત ટેબલેટ)