7 Dec 2015

પ્રમુખ સ્વામી મહારાજ જન્મજયંતિ - Pramukh swami maharaj


પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાણસદ ગામ. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું નહોતું. માગશર સુદ ૮, સંવત ૧૯૭૮ (૭ ડિસેમ્બર, ૧૯૨૧)ના રોજ આ નાના સરખા ગામમાં પંચાયતના ચોરાની સામેની ઢાળવાળી ગલીમાં ડાબા હાથે આવેલા પહેલા ઘરમાં નાના એવા પરિવારમાં તેમનો જન્મ થયો. તેમનું જન્મનું નામ શાંતિલાલ રાખવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આઘ્યાત્મિક વારસદાર છે. સ્વામીનારાયણ સંપ્રદાયની પેટાશાખા એવી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ હોવાને કારણે તેમને પ્રમુખ સ્વામીના હુલામણા નામે ઓળખવામાં આવે છે.

Share This
Previous Post
Next Post