28 Dec 2015

ધીરૂભાઇ અંબાણી જીવન પરિચય વિડ્યો -Life Story

૧૯૩૨-૨૦૦૨ )ગુજરાતના ચોરવાડ ખાતે તારીખ ૨૮ ડીસેમ્બર,૧૯૩૨ના રોજ એક ચિનગારી જન્મી, જે આજે ધીરુંભાઈ અંબાણીના નામે ઓળખાય છે. કેટલાક લોકો જન્મથી પૈસાદાર હોય છે તો કેટલાક પોતાની બુધ્ધી અને મહેનત દ્રારા આ જ્ગ્યા પ્રાપ્ત કરે છે. બાળપણમાં જે વ્યક્તિને ગણિતના દાખલાં ગણવામાં પણ ફાંફા પડતાં હતાં, તે જ વ્યક્તિ એક દીવસ કરોડોનો વેપાર કરશે તેવી કોને ખબર હતી ?
ધીરુભાઈ અંબાણીનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૨ ભારતના (હવે ગુજરાત રાજ્યના જૂનાગઢના) ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે  અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક પરિવારમાં થયો હતો. તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા. 16 વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા.તેમણે 300 રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું.માં કામ કર્યું.બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું. શેલ (Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી.
Share This
Previous Post
Next Post