14 Dec 2015

ભારતીય ફિલ્મજગતના શૉ-મેન -રાજકપૂર

રાજકપૂરનો જન્મ પેશાવરમાં ૧૪મી ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ થયો હતો. પિતા પૃથ્વીરાજકપૂર નાટક અને સિનેમાના ખૂબ જ મશહૂર કલાકાર હતા. દેશભક્તિ તેમની નસનસમાં વહેતી હતી
પૃથ્વીરાજને આઝાદીની લડત માટે ખૂબ માન. નાટક પૂરું થતાં જ તે હાથમાં ઝોળી લઈને પ્રેક્ષકો વચ્ચે જતા અને
દેશ માટે ફાળો ઉઘરાવતા.
રાજ, તેના લઘુબંધુઓ શમ્મી અને શશી સાથે પિતાના નાટકજૂથમાં બધે જતો. પિતાના અભિનયની અમીટ છાપ તેના હૃદય ઉપર નાનપણથી જ જડાઈ ગઈ હતી. પિતા કોઈ દેવપુરુષ જેવા દેખાતા.
રાજ મનોમન પિતાની નકલ કરતો રહેતો. એક દિવસે નાનકડા રાજે માને પૂછ્યું, ‘મા, હું મારા પિતા જેવો બનવા માગું છું. શું હું બની શકીશ ?’
મા હસી પડી. પોતાના નિર્દોષ પુત્રના માથે હાથ ફેરવતાં તે બોલી, ‘અવશ્ય બની શકીશ. મહેનત, લગન અને ધગશથી શું પ્રાપ્ત નથી થતું ! પણ, તારે પહેલા તારું શિક્ષણ પૂર્ણ કરવાનું છે. તારા પિતા શિક્ષણના ભારે આગ્રહી છે.
રાજે માની વાત સ્વીકારી લીધી. બાળપણ પેશાવરમાં વીતાવી તે કુટુંબ સાથે કૉલકત્તા આવી ગયો. અહીં તેનું શાળાજીવન આરંભાયું, પણ પાઠ્યપુસ્તકોમાં રાજનું મન ચોંટતું જ નહિ. તે તો બસ કલાકાર બનવા માંગતો હતો. પિતા જેવો કાબેલ અભિનેતા બનવા તે ઇચ્છુક હતો.
રાજ દસમા ધોરણમાં હતો. મા અને પિતા તેની શાળાની કામગીરીથી ખુશ નહોતાં. રાજ ભણવામાં અત્યંત સામાન્ય હતો. હા, તેનું અંગ્રેજી ખૂબ જ સારું હતું.
રાજની માએ એકવાર પતિને કહ્યું, ‘રાજુને તમારી સાથે લઈ લો. મને નથી લાગતું કે તે આ વર્ષે પાસ થાય.
પૃથ્વીરાજે શાંત સ્વરમાં કહ્યું, ‘આ વર્ષ પસાર થઈ જવા દઈએ, ત્યારબાદ વિચારીશું.
ધોરણ દસની પરીક્ષા પૂરી થતાં જ પિતાએ રાજને પોતાની પાસે બોલાવ્યો. રાજની આંખોમાં કૌતુક હતું.
રાજુપૃથ્વીરાજના સ્વરમાં વાત્સલ્ય હતું.
હં... પાપાજી.
તારે અભિનેતા બનવું છે ?’
હા.રાજ નતમસ્તકે ઊભો હતો.
ભણવું નથી ?’
ના.રાજના સ્વરમાં મક્કમતા હતી.
પૃથ્વીરાજ હસ્યા. અભિનય આસાન બાબત નથી. શરીર અને આત્મા નિચોવાઈ જાય છે ત્યારે અભિનય પ્રગટે છે.
હું મારી જાતને ઘસી નાખીશ, પાપાજી.
ઠીક છે. તું કપૂર ખાનદાનનું નામ ઊંચે લાવવાનું વચન આપ. ફિલ્મી દુનિયામાં જઈને ખોવાઈ જવાનું નથી. સમજ્યો ?’ પૃથ્વીરાજ ખાતરી ચાહતા હતા.
રાજે પિતાનો હાથ પકડીને કહ્યું, ‘હું કપૂર ખાનદાનનું નામ સૂરજની જેમ ઝળહળાવીશ. મારી ઉપર વિશ્ર્વાસ રાખો.
ફિલ્મના દરેક શૉટ પહેલા ક્લેપ આપવાની તેની જવાબદારી હતી. તે આ કામ પણ તન્મયતાથી કરતો. મોટા બાપનો પુત્ર તે હતો, પણ પોતાના ગુરુ પાસે તે સામાન્ય કામદાર બનીને રહેતો હતો.
આગળ જતાં તેઓ ભારતીય ફિલ્મજગતના શૉ-મેન તરીકે જાણીતા થયા.
- અવિનાશ પરીખ

Share This
Previous Post
Next Post