૧૦૦ વર્ષ પૂર્વે રાજવીઓએ સૌરાષ્ટ્રની ધન્ય ધરતી પર
અનેક રાજ મહેલોની રચના કરી હતી. અદભૂત સૌંદર્યતા ધરાવતા આ મહેલો આજે પણ
દર્શનીય છે. આવો જ એક મહેલ રાજકોટમાં છે - ખીરસરા પેલેસ. રાજકોટથી 14 કિ.મી દૂર
કાલાવાડ રોડ પર નાની ધારા અને ટેકરીઓ વચ્ચે કાળા પત્થરોના ટેકરા ઉપર સાત
એકરમાં પથરેયલો છે, આ ખીરસરા પેલસ. જેમાં 24 રજવાડી ઓરડાઓ છે. જેમાં એક
મહારાજાનો અને 24 રોયલ ઓરડાં છે.