તા.૧૯.૧૦.૨૦૧૫ -મનુષ્ય ગૌરવદિન.
મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિન, જે દર વર્ષે ૧૯મી ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવ્યું.