16 Sept 2015

તરણેતરનો મેળો - ઐતિહાસિક મેળો-

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલું તરણેતર ગામ.જ્યાં આજથી એટલે કે ૧૬/૧૭/૧૮/૧૯ સપ્ટેમ્બર ૨૦૧૫ દરમ્યાન તરણતેર મુકામે ત્રિનેત્રેશ્વર મહાદેવના ભવ્ય મંદિર અને તેના ભવ્ય ઇતિહાસની ધરોહરને ઉજાગર કરનાર ઐતિહાસિક મેળો એટલે ''તરણેતરનો મેળો.'' લોકઉત્સવ માટે ભાતીગળ  મેળા તરીકે પ્રસિધ્ધ થયેલ આ મેળામાં અનેક વિધ જ્ઞાતિઓ પોતાના જ્ઞાતિગત ડ્રેસમાં પોતાની સંસ્કૃતિના કાર્યક્રમો રજૂ કરે છે.આ મેળો ગ્રામ્ય /શહેરી લોકોની સંસ્કૃતિનુ મિશ્રણ ધરાવતો મેળો છે. આ મેળામાં વિવિધ પ્રકારની ’’છત્રીઓ'' અને તેનો શણગાર એ આ મેળાનું વિશેષ આકર્ષણ  છે.  વિવિધ પ્રકારની ભાતીગળ હરીફાઇઓ, જેવી કે સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત, રમત-ગમત ગાડાદોડ, ઘોડા હરીફાઇ, લાડુ જમણ હરીફાઇ, ગ્રામિણ ઓલમ્પિક ઇવેન્ટ આ મેળામાં યોજાય છે. 
Share This
Previous Post
Next Post