5 Apr 2015

વિદાય સમારંભ

તા.૦૪.૪.૨૦૧૫ ના રોજ અમારી શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ હતો.કાર્યક્રમમાં મહેમાનોની ઉપસ્થિતિ નોંધપાત્ર છે.જેમાં લાખાભાઇ સુંડાવદરા (BRC Co.Ranavav) ગિગનભાઇ બાપોદરા (BRC Co.Porbandar),લીલુબેન જાડેજા (TPEO Ranavav),નીરૂભાઇ જોષી SSA PBR,ભરતભાઇ રૂઘાણી (પ્રમુખશ્રી,બર્ડ કન્ઝર્વેશન સોસાયટી,પોરબંદર) અને તેમની સાથે સત્યમભાઇ વોરા વગેરે મહેમાનોએ હાજરી આપી અમને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ.કાર્યક્રમનું સંચાલન મે કર્યુ હતુ.
  • લાખાભાઇ સુંડાવદરા અને ગિગનભાઇ બાપોદરા - બંને બી.આર.સી.કો.સાહેબે વિદ્યાર્થીઓના ભાવિ જીવન અંગે ખૂબ સરસ પ્રેરક સંદેશ સાથે શુભકામના પાઠવી હતી.
  • લીલુબેન જાડેજાએ વિદ્યાર્થીઓને શાળા છોડ્યા પછી પણ જરૂર જણાય ત્યારે શાળાનો સંપર્ક કરવો તેમજ શક્ય હોય ત્યારે શાળાને સમય આપી શાળાકીય કાર્યોમાં યથાયોગ્ય મદદ કરવાનો નવો વિચાર આપ્યો હતો.
  • ભરતભાઇ રૂઘાણી એ હાલના આ આધુનિક યુગમાં આપણી જીવનશૈલીના લીધે આજે ચકલી લુપ્ત થવાને આરે છે,ત્યારે ચકલી વિશે અવનવું જાણવા જેવું,આજની સ્થિતિમાં તેમને કેવી રીતે બચાવી શકાય ? વિદ્યાર્થીઓ આ કાર્યમાં કેવી રીતે મદદરૂપ થઇ શકે - આ વિશે અમારા બાળકોને ખૂબ સરસ માહિતી આપી હતી.સાથે "ચકલી ઘર "નું પણ વિદ્યાર્થીઓને વિતરણ કર્યુ હતું.-
    તમામ મહેમાનો પ્રત્યે શાળા પરિવાર આભારની લાગણી વ્યક્ત કરે છે.

     2
     3
    4
     5
     6
     7
     8
     9
     
Share This
Previous Post
Next Post